Ramayan Movie Release Date: રણબીર કપૂર, યશ અને સાંઈ પલ્લવીની અતિ ચર્ચિત એવી ફિલ્મ રામાયણ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફિલ્મ રિલીઝ ડેટને લઈ હેડલાઈન્સ બની રહી છે. સમય કરતા વહેલા રિલીઝ કરવામાં આવશે ફિલ્મ રામાયણને. અગાઉ દિવાળી પર રિલીઝ કરવાની હતી ફિલ્મ.
ધમાકેદાર ટ્રેલર અને સોંગ્સ પછી હવે ફિલ્મ રામાયણ માટે ફેન્સમાં ઉત્સુકતા વધતી જઈ રહી છે. ફેન્સ રામાયણની રિલીઝની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ જાણકારી આપી છે કે નક્કી કરેલી રિલીઝ ડેટ પહેલા જ ફિલ્મ રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ ફિલ્મ ભારતમાં 8 નવેમ્બરે અને વિદેશમાં 6 નવેમ્બરે રિલીઝ કરવાનું આયોજન હતુ. જ્યારે હવે મેકર્સ 8 નવેમ્બર રિલીઝ કરવા પર વિચારણા કરી રહ્યા છે.
જાણો ક્યારે થશે રામાયણ રિલીઝ ?
રામાયણ ફિલ્મની રિલીઝને લઈને મેકર્સ તરફથી એક મોટુ અપડેટ આવ્યુ છે. મેકર્સ હવે 8 નવેમ્બરને સ્થાને 5 નવેમ્બરે જ ફિલ્મને રિલીઝ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. અને આ જ દિવસે વિદેશોમાં પણ રિલીઝ કરવા અંગે મેકર્સનો પ્રયાસ છે. અર્થાત હવે રામાયણ ભારત અને વિદેશોમાં અલગ અલગ દિવસોએ નહી, પરંતુ એક જ દિવસે રિલીઝ થશે. નવી તારીખોને લઈને સ્ટેક હોલ્ડર્સ પણ સહમત હોવાનું મેકર્સ તરફથી જાણવા મળી રહ્યુ છે. જો કે નવી તારીખ અંગેની સત્તાવાર જાહેરાત હજુ પણ બાકી છે.
2014 થી દિવાળી બાદ ફિલ્મ રિલીઝ કરવાનો ટ્રેન્ડ
વર્ષ 2014 થી એ પ્રકારનો ટ્રેન્ડ ચાલ્યો આવ્યો છે કે દિવાળીના એક દિવસ બાદ જ ફિલ્મ રિલીઝ કરવામાં આવે, પરંતુ લાગે છે કે રામાયણ હવે આ ટ્રેન્ડમાંથી બહાર આવશે અને મેકર્સ તેને દિવાળીના ત્રણ દિવસ પહેલાં જ રિલીઝ કરવા અંગે પ્લાનિંગ કરી રહ્યા છે. બે ભાગમાં છે ફિલ્મ રામાયણ, જેનો એક ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે અને બીજો ભાગ વર્ષ 2027 માં રિલીઝ થાય તેવી શક્યતા છે. રામાયણ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી છે અને રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે, તો સાંઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં રવિ દૂબે, રાકુલ પ્રીત સિંહ, સની દેઓલ, વિવેક ઓબેરોયે પણ દમદાર ભૂમિકા નિભાવી છે.













