By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ : T20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા ફટકારનાર વિશ્વની નંબર-1 પ્લેયર બની
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Sports > સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ : T20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા ફટકારનાર વિશ્વની નંબર-1 પ્લેયર બની
Sports

સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ : T20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા ફટકારનાર વિશ્વની નંબર-1 પ્લેયર બની

newsgujarat
Last updated: 2026/06/19 at 12:54 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
smriti-mandhana-cricket-records-become-first-male-or-female-cricketer-to-hit-600-fours-in-t20i
600 ચોગ્ગા પૂરા કરનાર વિશ્વની નંબર-1 પ્લેયર | Image Credit : BCCI Women
SHARE

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને કેમ વિશ્વની સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક ગણવામાં આવે છે. સ્મૃતિ મંધાનાએ ટી-20 વર્લ્ડ કપમાં(T20 World Cup) નેધરલેન્ડ સામે રમાયેલી મેચમાં માત્ર ભારતને જીત જ નથી અપાવી, પરંતુ ક્રિકેટ જગતમાં એક એવો ઈતિહાસ રચી દીધો છે જે આજ સુધી કોઈ પુરુષ કે મહિલા ક્રિકેટર નથી કરી શક્યા.

સ્મૃતિ મંધાના (Smriti Mandhana) T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 600 ચોગ્ગા મારનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની છે. હજુ સુધી કોઈ પુરુષ ક્રિકેટર કે કોઈ મહિલા ક્રિકેટર 500 ચોગ્ગા પણ ફટકારી શક્યું નથી.

નેધરલેન્ડ સામે ભારતની ભવ્ય જીત

બુધવારે લીડ્સના મેદાન પર ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા નેધરલેન્ડને 95 રનથી કારમી હાર આપી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપમાં ભારતે 200 થી વધુ રન બનાવ્યા હોય તેવું આ પ્રથમ વખત હતું.

 ભારતે પ્રથમ બેટિંગ કરતા સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી.  લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડ્સ 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે મેચ 95 રનથી જીતી લીધી, જે T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોટો વિજય છે.

600 ચોગ્ગા પૂરા કરનાર વિશ્વની નંબર-1 પ્લેયર

સ્મૃતિ મંધાના મેન્સ અને વિમેન્સ એમ બંને T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 600 ચોગ્ગા (Fours) પૂરા કરનાર વિશ્વની સૌપ્રથમ બેટ્સમેન બની ગઈ છે. T-20 ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં હજુ સુધી કોઈ પુરુષ ખેલાડી 600 ચોગ્ગાના આ આંકડા સુધી પહોંચી શક્યો નથી. 

સ્મૃતિ મંધાનાએ 168 મેચોમાં 162 ઇનિંગ્સમાં 604 ચોગ્ગા ફટકાર્યા છે. ભારત માટે સ્મૃતિએ આ ફોર્મેટમાં 4475 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણીએ 88 છગ્ગા પણ ફટકાર્યા છે.

newsgujarat June 19, 2026 June 19, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article epfo-good-news-pf-withdrawal-via-upi-and-atm-new-rules PF ખાતાધારકો માટે મોટી ખુશખબર : હવે ગણતરીની મિનિટોમાં UPI અને ATM થી ઉપાડી શકાશે PF ના પૈસા
Next Article karnataka-mlc-elections-congress-victory-bjp-cross-voting કર્ણાટક MLC ચૂંટણીમાં ભારે ઉલટફેર: કોંગ્રેસે મારી બાજી, BJP ધારાસભ્યોના ‘અંતરાત્માના અવાજ’થી રાજકારણ ગરમાયું
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

- Join US -
Ad image

You Might Also Like

Latest StoriesSports

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

4 Min Read
portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record
Latest StoriesSports

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

3 Min Read
india-women-hockey-team-fih-nations-cup-2026-winner
Latest StoriesSports

ભારતીય મહિલા હોકી ટીમ બની FIH નેશન્સ કપ 2026 ચેમ્પિયન, પ્રો લીગ માટે કર્યું ક્વોલિફાય

3 Min Read
virat-kohli-future-rcb-ceo-rajesh-menon-statement
Sports

શું વિરાટ કોહલી હજુ 4 વર્ષ IPL રમશે? જાણો RCB ના CEO રાજેશ મેનને શું કહ્યું

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?