શું અભિનેતા યશની વધુ પડતી દખલગીરી બની નિષ્ફળતાનું કારણ ?

Toxic: આ વર્ષે ઘણી બિગબજેટ ફિલ્મો આવી અને આવનારા સમયમાં આવશે. Toxic એમાંથી એક બિગબજેટ ફિલ્મ છે, આ ફિલ્મની નિષ્ફળતા પાછળ અભિનેતા યશને કારણભૂત માનવામાં આવે છે. શરૂઆતમાં ફિલ્મે 101 કરોડની કમાણી કરી હતી પરંતુ બાદમાં નકારાત્મક સમીક્ષાઓ અને વર્ડ ઓફ માઉથના કારણે ધારી સફળતા મેળવી શકી નહી.

યશની દખલગીરી અંગે અફવાઓ

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતા યશની દખલગીરીના કારણે અપેક્ષિત સફળતા નથી મેળવી શકી ફિલ્મ Toxic. પરંતુ કો-એક્ટર અક્ષય ઓબેરોયે સ્પષ્ટ કર્યુ છે કે યશ એક સારો એક્ટર છે. આ ફિલ્મનું સંપૂર્ણ દિગ્દર્શન ગીતુ મોહનદાસે જ કર્યુ છે. યશની દખલગીરીની અફવા ફેલાવવામાં આવી રહી છે. યશ ખૂબ જ મહત્વકાંક્ષી અભિનેતા છે. અને તેમનો પ્રયાસ કન્નડ ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે.

નિષ્ફળતાના મુખ્યકારણો

અભિનેતા અક્ષય ઓબેરોયે સ્વીકાર્યુ છે કે પ્રેક્ષકો સાથે કનેક્ટ થવામાં અમે ટાર્ગેટ ચૂકી ગયા છે. બજેટ કલેક્શન ગેપ પણ મોટું કારણ છે. ફિલ્મ અંદાજે 500 કરોડની કમાણી કરે તેવી આશા હતી પરંતુ માત્ર 300 કરોડ સુધી મર્યાદિત રહી છે ફિલ્મ. વર્ડ ઓફ માઉથ અને નકારાત્મક સમીક્ષાના કારણે પણ બોક્સ ઓફિસ પર કલેક્શનમાં મોટો ઘટાડો નોંધાયો છે. મિર્ઝાપુર અને હનુમાન અંશ જેવી ફિલ્મો પ્રેક્ષકોને વધારે પસંદ આવી રહી છે. આ કારણોથી Toxic બોક્સઓફિસ પર અપેક્ષિત સફળતા ન મેળવી શકી. Toxic 26 ઓગસ્ટે સિનેમા ઘરોમાં રીલિઝ થઈ હતી,જેનું દિગ્દર્શન ગીતુ મોહનદાસે કર્યુ છે અને યશ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મમાં યશ, કિયારા અડવાણી, તારા સુતરિયા, નયનતારા, હુમા કુરેશી, અક્ષય ઓબેરોયે કામ કર્યુ છે

Join WhatsApp

Join Now

Leave a Comment