Presenting Virendra Sehwag as Yamraj: યમરાજ બની ડરાવી રહ્યા છે વિરેન્દ્ર સહેવાગ

Yamraj Veeru Virendra Sehwag Tv OTT Host Cricketer Entertainment

એક સમયે ક્રિકેટના મેદાન પર ચોક્કા અને છક્કા વરસાવી પ્રેક્ષકો અને ક્રિકેટ ફેન્સને ચોંકાવી દેનાર વિરેન્દ્ર સહેવાગ હવે યમરાજના રૂપમાં આવીને સૌને ચોંકાવી રહ્યા છે. આપને પણ વિચિત્ર લાગ્યુ ને ?  આવો, જાણીએ શું છે હકીકત.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે યમરાજ લુક

ક્રિકેટના મેદાન પર ઓપોઝિટ ટીમના છક્કા છોડાવનાર દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ એક નવા કારણથી સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. સોશિયલ મીડિયા પર વિરેન્દ્ર સહેવાગની એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં વિરેન્દ્ર સહેવાગ ગુસ્સે ભરાયેલ યમરાજના લુકમાં જોવા મળી રહ્યા છે. તેમની તસ્વીરો જોઈને ચાહકો પણ અચંબામાં મુકાઈ ગયા છે. વિરેન્દ્ર સહેવાગે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં તસવીરો શેર કરી છે, જે બાદ ફેન્સમાં ભારે ઉત્સુકતા વ્યાપી છે. લોકો તેમના આ નવા અવતાર પાછળનું કારણ જાણવા માટે આતુર બન્યા છે.

https://www.instagram.com/p/DdWnFM-Cfkb/?utm_source=ig_web_button_share_sheet

અગાઉ પણ અવતાર ધારણ કર્યા છે સહેવાગે

આ પ્રથમ વખત નથી, જ્યારે સહેવાગે કોઈ અતરંગી અવતાર ધારણ કર્યો હોય. અગાઉ પણ સહેવાગ અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પહેલા વૈજ્ઞાનિક ન્યૂટનના અંદાજમાં સફરજન પડવાની રાહ જોતા જોવા મળ્યા હતા, એટલુ જ નહી, ડૉક્ટર અને સ્કૂલ ટીચરનું રૂપ પણ ધારણ કર્યુ છે સહેવાગે.

ચાહકોના સવાલનો જવાબ

સહેવાગના વાયરલ એવા યમરાજ લુકને લઈ ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે, ત્યારે આપને જણાવી દઈએ કે સહેવાગ ક્રિકેટ બાદ હવે તેમની નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. TV અને OTT પ્લેટફોર્મની દુનિયામાં સહેવાગ પાપા પગલી કરવા જઈ રહ્યા છે. નવા રિયાલિટી શોના હોસ્ટ તરીકે ભાગ લેશે સહેવાગ. આ શોનો પ્રોમો પણ સામે આવી ચૂક્યો છે. જેમાં તેમનો યમરાજવાળો લુક જોવા મળે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment