YouTube Shorts New Features : ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ટિક્ટોક શોર્ટ વીડિયોની સ્પર્ધા કરવા પહેલાં 2020માં ભારતમાં યુટયૂબમાં શોર્ટ વીડિયો(YouTube Shorts) ઉમેરાયા હતા. ત્યાર બાદ પછીના વર્ષે વધુ દેશોમાં ઉપલબ્ધ કરાયા. ત્યાર બાદ કંપનીએ પોતાની સર્વિસને પોપ્યુલર બનાવવા તેમાં સતત સુધારા વધારા કર્યા છે. ફરી એક વાર યુટ્યૂબ શોર્ટ્સમાં ગયા અઠવાડિયે કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા.
ક્લિયર મોડ (Clear Mode YouTube Shorts)
ઘણીવાર શોર્ટ્સ જોતી વખતે સ્ક્રીન પર આવતા ટેક્સ્ટ અને આઈકન્સ વીડિયો જોવામાં અડચણરૂપ બનતા હતા. હવે ‘ક્લિયર મોડ’ની મદદથી તમે સ્ક્રીન પરથી આ તમામ આઈકન્સને ટૂંકા સમય માટે હટાવી શકશો. આનાથી યુઝર્સને ક્લીન સ્ક્રીન પર ફક્ત વીડિયો જોવાનો આનંદ મળશે.
ડબલ સ્પીડ (Double Speed)
લોંગ ફોર્મ વીડિયોની જેમ હવે શોર્ટ્સમાં પણ ‘ડબલ સ્પીડ’ ફીચર ઉમેરવામાં આવ્યું છે. વીડિયો જોતી વખતે સ્ક્રીન પર બે વાર ટેપ કરવાથી વીડિયો 2x સ્પીડમાં પ્લે થશે, જેનાથી તમે ઓછા સમયમાં વધુ કન્ટેન્ટ માણી શકશો.
સરળ મ્યૂટ ઓડિયો (Mute Audio)
ભીડભાડવાળી જગ્યા કે ઓફિસમાં વીડિયો જોતી વખતે વોલ્યૂમની સમસ્યા નડે છે. હવે એક સિમ્પલ ટેપથી વીડિયો પોઝ કરીને તમે તરત જ વોલ્યૂમ મ્યૂટ કરી શકશો, જેથી અન્ય લોકોને પણ પરેશાની ન થાય.
લાઇક બટનનું નવું રૂપ: હવે ‘દિલ’ થી લાઇક કરો
યુટ્યૂબ શોર્ટ્સમાં હવે જૂનું થમ્બ્સ-અપ (Thumbs Up) બટન બદલાઈ રહ્યું છે. તેની જગ્યાએ વધુ આકર્ષક અને યુઝર્સમાં જાણીતું ‘દિલ’ (Heart Icon) નું આઇકોન જોવા મળશે.
ડિસલાઇકને વિદાય: તમારી પસંદગી મુજબની ફીડ
યુટ્યૂબે શોર્ટ્સમાંથી ડિસલાઇક બટનને દૂર કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે હવે ‘નોટ ઇન્ટરેસ્ટેડ’ અથવા ‘ડોન્ટ રેકમેન્ડ ધીસ ચેનલ’ જેવા ઓપ્શન મળશે. આ વ્યવસ્થા ગૂગલ ન્યૂઝ જેવી છે, જે તમારી પસંદ-નાપસંદને સમજીને તમને વધુ સારું કન્ટેન્ટ તમારી ફીડમાં બતાવશે.
યુટ્યૂબના આ નવા ફેરફારો સ્પષ્ટ કરે છે કે કંપની ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ્સને ટક્કર આપવા માટે સતત નવીનતા લાવી રહી છે. શું તમે આ નવા ફીચર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે? તમારા પ્રતિભાવો કોમેન્ટમાં ચોક્કસ જણાવો.
આ પણ વાંચો : પંજાબના પૂર પીડિતો માટે ફરી મસીહા બન્યા સોનુ સૂદ, 180 જરૂરિયાતમંદ પરિવારોને આપ્યું નવું આશરાનું ઘર

