ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

વાયનાડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, ટનલ પ્રોજેક્ટ પાસે બેના મોત, અનેક દટાયા હોવાની આશંકા

wayanad-landslide-tunnel-project-heavy-rain-two-dead-rescue-operation

Wayanad Landslide : કેરળના વાયનાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વાયનાડમાં ટનલ પ્રોજેક્ટના નિર્માણ સ્થળ નજીક ભૂસ્ખલન(Wayanad Landslide) થતાં બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાને જોડતા અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના(Tunnel Project Landslide) નિર્માણ સ્થળ નજીક કલ્લાડી ખાતે મીનાક્ષી બ્રિજ પાસે બની હતી. ઘટના સમયે સ્થળ પર બાંધકામ કામદારો હાજર હોવાનું જાણવા મળ્યું છે.

કાટમાળ નીચે લોકો દટાયા હોવાની આશંકા

ભૂસ્ખલન બાદ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ઘણા મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ તંત્ર દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી છ ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

24 કલાકમાં 265 મીમી વરસાદ નોંધાયો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આશરે 265 મીમી જેટલો ભારે વરસાદ થવાના કારણે જમીન નબળી પડતા ભૂસ્ખલન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટનલ પ્રોજેક્ટના કામમાં વપરાતા વાહનોને પણ ભૂસ્ખલનના કારણે નુકશાન પહોંચ્યું છે. 

NDRF અને ફાયર ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ

દુર્ઘટનાની જાણ થતાં જ NDRFની વાયનાડ અને કોઝીકોડની બે ટીમોના કુલ 60 જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. સાથે ફાયર અને રેસ્ક્યુ સર્વિસના જવાનોની ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલું હોય તો તેને ઝડપથી બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંત્રીએ ‘મેન-મેડ લેન્ડસ્લાઇડ’નો આક્ષેપ કર્યો

આ દુર્ઘટનાને લઈને કેરળ સરકારના મંત્રી ટી. સિદ્દીકે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ ભૂસ્ખલનને કુદરતી નહીં, પરંતુ “મેન-મેડ લેન્ડસ્લાઇડ” ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટરે અગાઉથી જ કોંકણ રેલવેને આ સ્થળે ભૂસ્ખલનના જોખમ અંગે લેખિત ચેતવણી આપી હતી. તેમ છતાં જરૂરી પગલાં લેવામાં આવ્યા નહોતા. વહીવટીતંત્ર દ્વારા 20 જૂનના રોજ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી માટી હટાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ ન થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની કટોકટી બેઠક

કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કટોકટી બેઠક યોજી હતી. આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના મહેસૂલ મંત્રી એ.પી. અનિલ કુમાર અને મંત્રી ટી. સિદ્દીકને વાયનાડ પહોંચીને બચાવ કામગીરીની જાતે દેખરેખ રાખવા સૂચના આપી છે.

 

વાયનાડમાં ફરી કુદરતી આફતનો કહેર

આ પેહલા પણ વાયનાડમાં પણ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે મોટી જાનહાનિ સર્જાઈ ચૂકી છે. વર્ષ 2024માં વાયનાડના મુંડક્કાઈમાં થયેલા ભૂસ્ખલનનો ઉલ્લેખ કરતા મંત્રી ટી. સિદ્દીકે જણાવ્યું કે, આવી બેદરકારી કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે. હાલમાં જોરશોરથી બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી હોવા છતાં ટીમો સતત કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો : નવસારીમાં ભારે વરસાદથી રેડ એલર્ટ, પૂર્ણા નદીનો પુલ ડૂબ્યો; 19થી વધુ રસ્તા બંધ

Join WhatsApp

Join Now

Leave a Comment