ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટ, 2026થી લગ્ન નોંધણીની પ્રક્રિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. પહેલા લગ્ન નોંધણી કરવા માટે કચેરીએ જવું પડતું હતું. પરંતુ હવે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લગ્ન નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન(AMC Online Marriage Registration) કરવા જઈ રહ્યું છે. હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશો.

નવી વ્યવસ્થા હેઠળ હવે ઘરે બેઠા જ મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન કરી શકાશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે. એટલું જ નહીં, હવે તમને જે નવું મેરેજ સર્ટિફિકેટ મળશે, જેમાં વર-કન્યાના ફોટા સાથે ડિજિટલ(Digital Marriage Certificate Ahmedabad) સ્વરૂપે મળશે. નોંધનીય છે કે, નવી સિસ્ટમ લાગુ કરવાની કામગીરીને કારણે 31 જુલાઈએ અમદાવાદમાં લગ્ન નોંધણીની તમામ કામગીરી બંધ રહેશે.

ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશો

લગ્ન નોંધણી માટે AMC દ્વારા નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે. લગ્ન નોંધણી માટે અરજદારે AMCની સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in પર જઈને લગ્ન નોંધણી કરવાની રહેશે. સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. બાદમાં જે તે કચેરી દ્વારા દસ્તાવેજોની ચકાસણી થયા બાદ જો કોઈ વાંધો નહીં હોય તો અરજદાર પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમયનો સ્લોટ બુક કરી શકશે.

AMC Marriage Registration | AI Image
AMC Marriage Registration | AI Image

એક વખત વોર્ડ ઓફિસે જવું પડશે

ઓનલાઈન અરજી બાદ પણ અરજદારે કચેરી જવાનું ટળશે નહીં. બુક કરાયેલા સ્લોટ મુજબ વર-કન્યાએ સંબંધિત લગ્ન નોંધણી વોર્ડ ઓફિસમાં રૂબરૂ હાજર રહીને લગ્ન નોંધણી રજિસ્ટરમાં સહી કરવાની રહેશે અને નિયત ફી ભરવાની રહેશે. ત્યારબાદ તરત જ ડિજિટલ સહી અને વર-કન્યાના ફોટા સાથેનું લગ્ન પ્રમાણપત્ર(Marriage Certificate With Photo) અરજદારના લોગિનમાં ઉપલબ્ધ થઈ જશે.

આ પણ વાંચો : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Join WhatsApp

Join Now

Leave a Comment