By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: અમદાવાદના નિકોલમાં ચાણક્ય સ્કૂલમાં શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > અમદાવાદના નિકોલમાં ચાણક્ય સ્કૂલમાં શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો
Gujarat

અમદાવાદના નિકોલમાં ચાણક્ય સ્કૂલમાં શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો

newsgujarat
Last updated: 2026/06/30 at 6:11 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
ahmedabad-nikol-chanakya-school-teacher-slapped-student-eardrum-ruptured
અમદાવાદના નિકોલમાં ચાણક્ય સ્કૂલમાં શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો
SHARE

અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેણે દરેક વાલીના મનમાં ડર અને ગુસ્સો ઊભો કરી દીધો છે. નિકોલની જાણીતી ચાણક્ય સ્કૂલમાં એક શિક્ષકે માસૂમ વિદ્યાર્થીને એટલા જોરથી લાફો ઝીંકી દીધો કે બાળકના કાનનો પડદો ફાટી ગયો.

PT ના લેક્ચરમાં ઝીંક્યો લાફો

મળતી માહિતી અનુસાર, શાળામાં PT (ફિઝિકલ ટ્રેનિંગ) નો પિરિયડ ચાલી રહ્યો હતો અને બધા વિદ્યાર્થીઓ મેદાનમાં શાંતિથી બેઠા હતા. આ દરમિયાન અચાનક એક શિક્ષકે આ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો. વિદ્યાર્થી હજુ કંઈ સમજે તે પહેલાં જ, કોઈપણ જાતના વાંક કે કારણ વગર શિક્ષકે તેના ગાલ પર જોરદાર લાફો ઝીંકી દીધો.

કાનમાંથી વહેવા લાગ્યું લોહી, ડૉક્ટરનો ચોંકાવનારો રિપોર્ટ

લાફાની તીવ્રતા એટલી ભયંકર હતી કે માર પડતાની સાથે જ બાળકના ડાબા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યારે ડૉક્ટરે બાળકની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે લાફાના જોરને કારણે બાળકના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે. આ ઉપરાંત કાનના ભાગે લોહી જામી ગયું હતું અને ભારે સોજો પણ જોવા મળ્યો હતો. અઠવાડિયા કે 10 દિવસના ઓબ્ઝર્વેશન બાદ જો રિકવરી નહીં આવશે, તો કાનનું ઓપરેશન કરાવવું પડે તેવી શક્યતા છે.

પિતાએ કૃષ્ણનગર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

પોતાના વહાલસોયા બાળકની આવી પીડાદાયક અને ગંભીર હાલત જોઈને પિતા સીધા જ કૃષ્ણનગર પોલીસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે હાથ ધરી કડક કાર્યવાહી

વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article gold-silver-price-drop-today-latest-rates Gold Silver Price Today : સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણ તક! ભાવમાં ₹9000 સુધીનો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Next Article aap-gujarat-social-media-accounts-suspended-supreme-court-refuses-urgent-hearing કેજરીવાલને સુપ્રીમ કોર્ટનો ઝટકો: AAP ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ, તાત્કાલિક સુનાવણીનો ઇનકાર
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

- Join US -
Ad image

You Might Also Like

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement
GujaratLatest Stories

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

3 Min Read
Gujarat Heavy Rain Alert
GujaratLatest Stories

ગુજરાતમાં મેઘતાંડવ: 5 સિસ્ટમ સક્રિય, સુરત-નવસારીમાં જળપ્રલય, જાણો વરસાદ અને રેસ્ક્યૂની તમામ માહિતી

6 Min Read
gujarat-rain-update-navsari-heavy-rain-red-alert-purna-river-bridge-submerged-19-roads-closed
GujaratLatest Stories

Gujarat Rain Update : નવસારીમાં ભારે વરસાદથી રેડ એલર્ટ, પૂર્ણા નદીનો પુલ ડૂબ્યો; 19થી વધુ રસ્તા બંધ

3 Min Read
ahmedabad-serial-blast-case-high-court-verdict-38-death-penalty-upheld
GujaratLatest Stories

Breaking : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, 38 દોષિતોને ફાંસીની સજા યથાવત

5 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?