ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Breaking : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, 38 દોષિતોને ફાંસીની સજા યથાવત

ahmedabad-serial-blast-case-high-court-verdict-38-death-penalty-upheld

Ahmedabad Serial Blast Case : 26 જુલાઈ 2008નો એ કાળમુખો દિવસ, જયારે  અમદાવાદ શહેર 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું હતું. આ આતંકી ઘટનામાં 56 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખતાં 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની સજા(38 Convicts Death Sentence Upheld) અને 11 દોષિતોને આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ દોષિતોની તમામ અપીલો ફગાવી દેવામાં આવી છે.

70 મિનિટમાં 21 વિસ્ફોટ, ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ

26 જુલાઈ 2008નો એ દિવસ, સાંજે 6:30 વાગ્યાથી શરૂ કરીને માત્ર 70 મિનિટના ટૂંકા ગાળામાં અમદાવાદ શહેર 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું. આતંકીઓએ અમદાવાદ શહેરના વ્યસ્ત વિસ્તારો જેવા કે હાટકેશ્વર, નરોડા, કાલુપુર, મણિનગર, સારંગપુર, બાપુનગર અને નરોડાને ટાર્ગેટ કાર્ય હતા. બૉમ્બને એવી રીતે ગોઢવવામાં આવ્યા હતા જેથી વધારેમાં વધારે જાનમાલનું નુકશાન થાય. બૉમ્બને સરકારી બસો, પાર્ક કરેલી સાયકલ અને કારમાં ગોઠવવામાં આવ્યા હતા.

પીડિતોને મળશે વળતર

18 ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી(38 Death Penalty) અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે રાજ્ય સરકારે પીડિત પરિવારોને વળતર ચૂકવવું. જેમાં મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર 31 માર્ચ, 2027 સુધીમાં ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

વકીલ અમિત પટેલ અને ભૂતપૂર્વ DCP અભય ચુડાસમાની પ્રતિક્રિયા

સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું કે, “અમે કોર્ટ સમક્ષ 49 દોષિતો વિરુદ્ધ કાવતરાના મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા, જેને કોર્ટે માન્ય રાખ્યા છે.” બીજી તરફ, આ કેસની તપાસ સાથે જોડાયેલા નિવૃત્ત DCP અભય ચુડાસમાએ જણાવ્યું કે, “2008માં જ્યારે આ ઘટના બની ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ખૂબ જ ઓછી સમયમર્યાદામાં આખા કેસનો પર્દાફાશ કરી મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા, જે તપાસની દ્રષ્ટિએ એક મોટી સિદ્ધિ હતી.” આ ચુકાદા સાથે જ, 18 વર્ષ જૂના આ ભીષણ આતંકી હુમલાના કેસમાં ન્યાય પ્રક્રિયાનો એક મહત્વનો અધ્યાય પૂર્ણ થયો છે અને પીડિત પરિવારોને આખરે સંપૂર્ણ ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો : ‘આ મારો છેલ્લો વર્લ્ડ કપ…’ રોનાલ્ડોએ સંન્યાસ અંગે આપ્યું મોટું નિવેદન

ફાંસીની સજા પામેલા તમામ 38 દોષિતોના નામ

ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાલા
ઝાહિદ ઉર્ફે જાવેદ કુતબુદ્દીન શેખ
ઇમરાન ઇબ્રાહિમ શેખ
ગયાસુદ્દીન ઉર્ફે ગયાસુ અબ્દુલસલીમ અન્સારી
મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી
ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ
શમસુદ્દીન ઉર્ફે શમસુ શહાબુદ્દીન શેખ
યુનુસ મોહમ્મદભાઈ મન્સુરી
કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ નાગોરી
આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાઝી સૈફુદ્દીન શેખ
શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ
સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ ઝહીરુદ્દીન ઉર્ફે ઝહરુલહસન નાગોરી
હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન
મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સુરી
અબુબાસર ઉર્ફે મુફ્તી ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ
અબ્બાસ ઉમર સમેજા
જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ)
મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજીક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સુરી
અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતાલિબ ઉસ્માની
મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદાર ઉર્ફે લાડન બદરુદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ
આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ
મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા
કયામુદ્દીન ઉર્ફે મુસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા
મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ
ઝીશાન અહેમદ અહેસાનઅહેમદ શેખ
ઝિયા-ઉર-રેહમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રેહમાન મુસ્લિમ
મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર
મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ
ફઝલ-એ-રેહમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુર્રાની
અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી
સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ
સૈફ-ઉર-રેહમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી
સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ
મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તાર પઠાણ
અમીન ઉર્ફે રાજા અયુદ નઝીર શેખ
મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન
મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ
તૌસિફખાન ઉર્ફે અતિક સગીર અહેમદખાન પઠાણ

Join WhatsApp

Join Now

Leave a Comment