India women recurve team gold: ભારતની એશિયન ગેમ્સની આજના દિવસની શરૂઆત ફરી એક વખત ગોલ્ડન રહી છે. ભારતે એશિયન ગેમ્સ 2026 માં 11 મો સુવર્ણ પદક જીત્યો છે. ભારતીય મહિલા ટીમે રિકર્વની ફાઇનલમાં સાઉથ કોરિયાને 5-3થી હરાવ્યું. આ ટીમમાં અંકિતા ભગત, કીર્તિ અને કુમકુમ સામેલ હતાં. 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગાંધીજયંતિના દિવસની શરૂઆતે જ પહેલો ગોલ્ડ મેડલ મળતાં દેશને મહિલા ટીમ પર માન વધી ગયુ છે.
75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા રિકર્વ ટીમે મેડલ મેળવ્યુ
એશિયન ગેમ્સના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારતની મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સમાં કોઈ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ મેચ શરૂઆતથી જ ટક્કરની રહી હતી. એટલા માટે બંને ટીમના ખેલાડીઓ માટે પરફેક્ટ 10 નો સ્કૉર કરવો મુશ્કેલ હતો.
બંને ટીમે કુલ 48 શૉટ ફટકાર્યા હતા જેમાંથી ફક્ત 12 વખત ખેલાડીઓ 10નો સ્કૉર કરી શક્યા હતા. મુશ્કેલ સ્થિતિમાં બંને તરફથી 7 અને 8નો સ્કૉર પણ થયો હતો. પહેલા સેટમાં ભારત અને દક્ષિણ કોરિયા 54-54થી બરાબરી પર હતા. બીજા સેટમાં પણ બંને ટીમે 56-56 નો સ્કૉર કર્યો હતો. જોકે ત્રીજા સેટમાં ભારતે લીડ મેળવી અને 55-51થી જીતીને સેટ પોતાના નામે કર્યો હતો. આ સાથે 2 બહુમુલ્ય પોઇન્ટ પણ મળ્યા હતા. ત્યાં સધુી ભારતને 4-2ની લીડ મળી ગઈ હતી.













