By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: બિહારમાં રાજકીય ગરમાવો: લાલુ-રાબડી બાદ તેજસ્વી યાદવે પણ Z+ સુરક્ષા પરત કરી, RJDનો સરકાર પર પ્રહાર
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > India > બિહારમાં રાજકીય ગરમાવો: લાલુ-રાબડી બાદ તેજસ્વી યાદવે પણ Z+ સુરક્ષા પરત કરી, RJDનો સરકાર પર પ્રહાર
India

બિહારમાં રાજકીય ગરમાવો: લાલુ-રાબડી બાદ તેજસ્વી યાદવે પણ Z+ સુરક્ષા પરત કરી, RJDનો સરકાર પર પ્રહાર

newsgujarat
Last updated: 2026/06/09 at 7:52 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
Bihar Politics Tejashwi Yadav Returns Z Plus Security Lalu Rabri Security Removed
Bihar Politics Tejashwi Yadav Returns Z Plus Security Lalu Rabri Security Removed
SHARE

તાજેતરમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીની સુરક્ષા હટાવી લેવામાં આવી હતી, જેના કારણે રાબડી દેવી ભારે રોષે ભરાયાં હતાં. આ વિવાદ હજુ શાંત પડ્યો નહોતો ત્યાં લાલુપ્રસાદના પુત્ર અને RJD નેતા તેજસ્વી યાદવે પણ પોતાની Z પ્લસ (Z+) સિક્યોરીટી સરકારને પરત કરી દીધી છે.

માતા-પિતાની સુરક્ષા હટાવાયા બાદ તેજસ્વી યાદવ નારાજ

પોતાના માતા-પિતાની સુરક્ષા હટાવી લેવાના સરકારના નિર્ણયથી તેજસ્વી યાદવ ભારે નારાજ જોવા મળ્યા હતા. તેમણે આ આખી ઘટનાને રાજકીય પગલું ગણાવ્યું છે. વિરોધ સ્વરૂપે તેમણે પોતે મળનારી હાઈ-પ્રોફાઈલ Z પ્લસ સુરક્ષા પણ પરત કરી દીધી છે. તેજસ્વી યાદવનું માનવું છે કે જો તેમના વરિષ્ઠ નેતાઓ અને પરિવારની સુરક્ષા સાથે બાંધછોડ થતી હોય, તો તેઓ પણ આવી સુરક્ષા રાખવા માંગતા નથી.

સુરક્ષા હટ્યા બાદ તેમના નિવાસસ્થાનની બહાર એકપણ પોલીસ અધિકારી કે જવાન તૈનાત ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સુરક્ષાથી ભરચક રહેતું નિવાસસ્થાન હાલ સૂમસામ દેખાઈ રહ્યું છે.

RJDનો ગંભીર આરોપ : “વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવાનું રાજકારણ”

RJDએ આ નિર્ણયને લઈને રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે વિપક્ષી નેતાઓને દબાવવા અને રાજકીય રીતે નિશાન બનાવવા માટે તેમની સુરક્ષા હટાવવામાં આવી રહી છે. RJDના મતે આ પ્રકારનો નિર્ણય લોકતાંત્રિક મૂલ્યો અને રાજકીય પરંપરાઓ વિરુદ્ધ છે.

બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવેલા ફેરફાર સુરક્ષા એજન્સીઓની સમીક્ષા અને નિર્ધારિત નિયમો મુજબ જ કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આ નિર્ણય કોઈ રાજકીય બદલા કે દબાણ હેઠળ લેવામાં આવ્યો નથી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

નીતિશ સરકારની સ્પષ્ટતા: “આ નિયમ મુજબની પ્રક્રિયા છે”

બીજી તરફ, બિહાર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવેલા ફેરફાર સુરક્ષા એજન્સીઓની સમીક્ષા અને નિર્ધારિત નિયમો મુજબ જ કરવામાં આવ્યા છે. લાલુ પરિવારની સુરક્ષામાં ફેરફાર પણ નિર્ધારીત નિયમો અને પ્રોટોકોલને આધીન રહીને જ કરવામાં આવ્યો છે.  સરકારનો દાવો છે કે આ નિર્ણય કોઈ રાજકીય બદલા કે દબાણ હેઠળ લેવામાં આવ્યો નથી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

હવે સવાલ એ છે કે લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીની સુરક્ષા હટાવવી માત્ર નિયમિત સુરક્ષા સમીક્ષાનો ભાગ છે કે પછી બિહારમાં બદલાતા રાજકીય સમીકરણોનો સંકેત? તેજસ્વી યાદવ દ્વારા Z પ્લસ સુરક્ષા પરત કરવાનો નિર્ણય આ વિવાદને વધુ મોટો બનાવી શકે છે. 

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article annamalai-resigns-bjp-launches-new-political-party-ami-tamilnadu અન્નામલાઈનું ભાજપમાંથી રાજીનામું : નવી પાર્ટી ‘અન્નામલાઈ મક્કલ ઈયક્કમ’ (AMI) બનાવવાની સત્તાવાર જાહેરાત
Next Article ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: 3 દેશોમાં સુનામીનું હાઈ એલર્ટ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

pm-modi-facebook-video-meta-apologises-for-removing-pm-modi-neet-paper-leak-facebook-post
IndiaLatest Stories

PM Modi Facebook Video : ફેસબુકે PM મોદીનો વીડિયો કર્યો બ્લોક, વિવાદ બાદ METAએ આપ્યો મોટો ખુલાસો

2 Min Read
IMD Rain Alert
IndiaLatest Stories

IMD Rain Alert : દેશભરમાં ભારે વરસાદની આગાહી, હિમાચલમાં રેડ એલર્ટ; ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખતરો

5 Min Read
badrinath-dham-donation-box-controversy-cctv-footage-allegations
IndiaLatest Stories

અયોધ્યા બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીના આરોપ, CCTV ફૂટેજને લઈને ઉઠ્યા સવાલ

5 Min Read
amarnath-yatra-2026-starts-july-3-first-puja-security-arrangements
India

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ, બાબા બર્ફાનીની પ્રથમ પૂજા બાદ સુરક્ષાના કડક બંદોબસ્ત

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?