ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

હોર્મુઝ સંકટ વચ્ચે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પીએમ મોદી વચ્ચે થશે મોટા તેલ કરાર?

india-venezuela-crude-oil-deal-pm-modi-delcy-rodriguez-visit

વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની વચ્ચે ભારત માટે એક બહુ મોટા અને રાહતના સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં જ યુએસ (US) સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કર્યા બાદ એક મહત્વની જાહેરાત કરી હતી કે, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝ ઊર્જા ક્ષેત્રે મહત્વની ચર્ચા કરવા માટે ભારતની મુલાકાતે આવશે.

અને હવે, આ વૈશ્વિક કટોકટી વચ્ચે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ભારત આવી પહોંચ્યા છે. નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, અને તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે.

હોર્મુઝ સંકટ અને ભારતની ઊર્જા સુરક્ષા

જ્યારે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને લઈને નવા પડકારોનો સામનો કરી રહ્યું છે. ત્યારે રોડ્રિગ્ઝની આ ભારત યાત્રા ભારત માટે રાહત સમાન રહેશે. અત્યારે ચાલી રહેલા ‘હોર્મુઝ સંકટ’ (Hormuz Crisis) ને કારણે મધ્ય-પૂર્વ (Middle East) માંથી તેલની આયાત મુશ્કેલ બની રહી છે, જેથી ભારત સતત સસ્તા અને સુરક્ષિત વૈકલ્પિક ઓઈલ સપ્લાયર્સની શોધમાં હતું. આ સ્થિતિમાં વેનેઝુએલા ભારતની વહારે આવ્યું છે.

અમેરિકા પણ ઈચ્છે છે કે ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદે!

સૌથી રસપ્રદ વાત એ છે કે, જગત જમાદાર અમેરિકા પણ એ ઈચ્છે છે કે ભારત ક્રૂડ ઓઈલની જરૂરિયાતો પૂરી કરવા માટે વેનેઝુએલા તરફ આગળ વધે. આ પાછળનું કારણ એ છે કે વેનેઝુએલા પાસે તેલનો બહુ મોટો ભંડાર છે. અને તેલ સપ્લાયમાં સાઉદી અરેબિયા અને અમેરિકા જેવા દેશોને પાછળ ધકેલીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ બની ગયો છે. તેની પાસે તેલનો બહુ મોટો ભંડાર છે

આ કરારથી સામાન્ય જનતાને શું ફાયદો થશે?

જો ભારત અને વેનેઝુએલા વચ્ચે ક્રૂડ ઓઇલ સપ્લાયને લઈને કોઈ મોટો અને લાંબા ગાળાનો કરાર થાય છે, તો તેનાથી દેશને સીધો ફાયદો થશે:

  • પેટ્રોલ-ડીઝલના ભાવ પર નિયંત્રણ: આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો વધવા છતાં ભારતમાં ઇંધણના ભાવ સ્થિર રહી શકે છે અથવા ઘટી શકે છે.
  • આર્થિક મજબૂતાઈ: સસ્તું તેલ મળવાથી દેશનું વિદેશી હૂંડિયામણ બચશે, જે ભારતીય અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.
  • મોંઘવારીમાંથી રાહત: ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટવાથી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ અંકુશમાં રહેશે.

હવે આખી દુનિયાની નજર પીએમ મોદી અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ વચ્ચે થનારી સત્તાવાર જાહેરાત પર છે. આ ડીલ ભારતની વિદેશ નીતિ અને આર્થિક મોરચે એક માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

 

Join WhatsApp

Join Now

Leave a Comment