ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Europe Wildfires : યુરોપમાં જંગલની આગે મચાવી ભારે તબાહી, પ્રથમવાર જાહેર થઈ નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી

europe-wildfires-france-spain-lakh-people-evacuated-national-emergency

France forest fires : યુરોપ હાલમાં ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. સ્પેન અને ફ્રાન્સના જંગલોમા લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતા મોટા પાયે જાનમાલનું નુકશાન થયું છે. વિકરાળ આગના કારણે અનેક લોકોએ પોતાના ઘર છોડવાની ફરજ પડી છે.  

3 લાખથી વધુ લોકો બેઘર

મળતા અહેવાલો પ્રમાણે સ્પેન અને ફ્રાન્સમાં ફેલાયેલી જંગલની આગના કારણે 3 લાખથી વધુ લોકો બેઘર થયા છે. સ્થિતિ વધુ ગંભીર બનતાં 2.5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આગ એટલી ઝડપથી ફેલાતાં અનેક ગામો અને રહેણાક વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે. લોકોને જોખમી વિસ્તારોમાં પાછા ન ફરવાની અપીલ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સ્પેનમાં પ્રથમવાર નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેને દેશના ઇતિહાસમાં પ્રથમ વખત નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી(National Wildfire Emergency) જાહેર કરી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ, સૈન્ય અને ઇમરજન્સી ટીમોને મોટા પાયે મેદાનમાં ઉતારવામાં આવી છે.

ફ્રાન્સ અને સ્પેનમાં હજારો હેક્ટર વિસ્તાર ખાખ

વિકરાળ આગને કારણે જંગલો, ખેતીની જમીન, રહેણાક મકાનો અને અન્ય સંપત્તિને ભારે નુકસાન થયું છે. જંગલની આજ્ઞા કારણે આશરે 98 હાજર હેક્ટર વિસ્તાર બળીને ખાખ થઇ ગયી છે. સ્પેનમાં પણ અંદાજે 1.30 લાખ હેક્ટર જમીન આગની લપેટમાં આવી ચૂકી છે. તંત્ર દ્વારા સતત સ્થળાંતર અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. 

યુરોપિયન યુનિયનના દેશો મદદે આવ્યા

ફ્રાન્સ અને સ્પેનમાં આવેલા સંકટને પહોંચી વળવા માટે યુરોપિયન યુનિયનના અન્ય સભ્ય દેશો પણ મદદ માટે આગળ આવ્યા છે. આગ બુઝાવવા માટે વિશેષ વિમાનો, ફાયર ફાઇટિંગ ક્રૂ અને ઇમરજન્સી વાહનો મોકલવામાં આવી રહ્યા છે. હાલ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં ન આવે ત્યાં સુધી લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત

Join WhatsApp

Join Now

Leave a Comment