By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: iOS 27 Trust Insights: iPhoneમાં આવશે સ્કેમ એલર્ટ ફીચર, ફ્રોડ થતા પહેલાં જ બચાવશે iOS 27
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Technology > iOS 27 Trust Insights: iPhoneમાં આવશે સ્કેમ એલર્ટ ફીચર, ફ્રોડ થતા પહેલાં જ બચાવશે iOS 27
Technology

iOS 27 Trust Insights: iPhoneમાં આવશે સ્કેમ એલર્ટ ફીચર, ફ્રોડ થતા પહેલાં જ બચાવશે iOS 27

newsgujarat
Last updated: 2026/07/03 at 6:20 PM
By newsgujarat Add a Comment 4 Min Read
Share
ios-27-trust-insights-iphone-scam-protection-feature
ios-27-trust-insights-iphone-scam-protection-feature
SHARE

યુઝર્સની સુરક્ષા માટે ટેક જાયન્ટ Apple તેના આગામી મોટા સોફ્ટવેર અપડેટ iOS 27માં એક અત્યંત ઉપયોગી ફીચર અને મહત્વનું ફીચર લાવવાની તૈયારીમાં છે. આ ફીચરનું નામ ‘ટ્રસ્ટ ઇનસાઇટ્સ(Trust Insights) છે. આ ઇનોવેટિવ ટૂલનો  હેતુ એવો છે કે જ્યારે કોઈ યુઝર ઓનલાઈન સ્કેમ, ફેક કોલ, ટેક્સ્ટ મેસેજ, ઈમેઈલ ફ્રોડ અથવા સોશિયલ એન્જિનિયરિંગ જેવા સ્કેમનો શિકાર બની રહ્યો હોય. ત્યારે એપ્સ તેને સમયસર ચેતવણી આપી શકે. આ નવું ફીચર યુઝરના ઇન્ટરેક્શન પેટર્ન, સમય, સંદર્ભ અને ડિવાઇસના બેઝિક સેન્સર ડેટાના આધારે સ્કેમની ઓળખ કરશે.

iPhone યુઝર્સને સ્કેમથી બચાવશે નવું ફીચર

આજકાલ ટેક સપોર્ટ સ્કેમ, સરકારી અધિકારીના નામે આવતા ફેક કોલ, બેંકિંગ ફ્રોડ અને ફેમિલી ઈમરજન્સી જેવા સ્કેમ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ પ્રકારની છેતરપિંડી ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેકના આવ્યા પછી વધુ ખતરનાક બની છે. એપલે આવી પરિસ્થિતિઓને રોકવા માટે જ આ ખાસ ટૂલ તૈયાર કર્યું છે. 

ઘણી વખત સ્કેમર ફોન પર યુઝરને દબાણ કરીને કોઈ પેમેન્ટ કરાવે છે, OTP શેર કરાવે છે અથવા કોઈ સેટિંગ બદલાવવા માટે કહે છે. ત્યારે ટ્રસ્ટ ઇનસાઇટ્સ(Appleનું Trust Insights) તેના સંકેતો ઓળખી લેશે અને જોખમના સ્તરને મીડિયમ અથવા હાઈ રિસ્ક તરીકે ચિહ્નિત કરશે.જો સિસ્ટમને લાગશે કે યુઝર કોઈના દબાણમાં આવીને જોખમી સ્ટેપ લઈ રહ્યો છે, તો તે જોખમને Medium અથવા High Risk તરીકે ઓળખી શકે છે.

ios-27-trust-insights-iphone-scam-protection-feature
ios-27-trust-insights-iphone-scam-protection-feature । Image Source : Apple

AI અને ડીપફેકથી વધતા ફ્રોડ સામે સુરક્ષા

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેકના આવ્યા પછી આ પ્રકારની છેતરપિંડી વધુ સચોટ અને ખતરનાક બની છે. સ્કેમર કોઈના અવાજની નકલ કરીને અથવા ઓળખીતાની જેમ વાત કરીને યુઝરને ભ્રમિત કરી શકે છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય યુઝર માટે સાચું-ખોટું ઓળખવું મુશ્કેલ બની જાય છે.

ટ્રસ્ટ ઇનસાઇટ્સ(Trust Insights) ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં ઉપયોગી સાબિત થઈ શકે છે, જ્યાં યુઝર કોલ, મેસેજ અથવા ઈમેઈલ દ્વારા કોઈના માર્ગદર્શન હેઠળ પેમેન્ટ, એકાઉન્ટ અપડેટ અથવા અન્ય ડિજિટલ એક્શન કરી રહ્યો હોય.

Trust Insights કેવી રીતે કામ કરશે?

આ ફ્રેમવર્ક યુઝરના પર્સનલ કન્ટેન્ટને વાંચવાને બદલે ડિવાઇસ પર દેખાતા બિહેવિયરલ સિગ્નલ્સ પર ધ્યાન આપશે. તેમાં ઈન્ટરેક્શન પેટર્ન, સમય, સંદર્ભ અને ડિવાઇસના બેઝિક સેન્સર ડેટા જેવા સંકેતોનો સમાવેશ થઈ શકે છે.

જો કોઈ એપને લાગે કે યુઝર જોખમી સ્થિતિમાં છે, તો એપ યુઝરને સ્ક્રીન પર ચેતવણી બતાવી શકે છે. કેટલીક સ્થિતિમાં ટ્રાન્ઝેક્શન થોડા સમય માટે રોકી શકાય છે અથવા વધારાનું વેરિફિકેશન પણ ફરજિયાત બનાવી શકાય છે.

iOS 27 Trust Insights
iOS 27 Trust Insights | Image Source : Apple

 

પ્રાઇવસી અંગે Appleનો દાવો

Appleનું કહેવું છે કે Trust Insights યુઝરના ફોટોઝ, મેસેજ, મેઈલ અથવા અન્ય પર્સનલ કન્ટેન્ટને સીધું વાંચશે નહીં. આ સિસ્ટમ મુખ્યત્વે ડિવાઇસ પર જ પ્રોસેસિંગ કરશે અને જરૂરી હોય ત્યારે માત્ર એક રિસ્ક-સિગ્નલ જેવી વેલ્યુ જ મોકલવામાં આવશે. આથી કંપનીનો દાવો છે કે યુઝરની પ્રાઇવસી જાળવીને પણ સ્કેમ સામે સમયસર સુરક્ષા આપી શકાશે.

યુઝર્સ ફીચર બંધ પણ કરી શકશે

Apple યુઝર્સને આ ફીચર બંધ કરવાની સુવિધા પણ આપશે. જોકે, ફીચર ડિસેબલ કરતી વખતે કૂલડાઉન પીરિયડ આવી શકે છે. તેનો હેતુ એ છે કે જો કોઈ સ્કેમર યુઝરને દબાણ કરીને સિક્યોરિટી ફીચર બંધ કરાવવાનો પ્રયાસ કરે, તો યુઝરને વિચારવાનો સમય મળી રહે.

કયા પ્રકારની એક્ટિવિટી પર નજર રહેશે?

શરૂઆતમાં Trust Insights મુખ્યત્વે ઓનલાઈન પેમેન્ટ, એકાઉન્ટ અપડેટ, રિસોર્સ યુઝ રિક્વેસ્ટ, કમ્યુનિકેશન અને અન્ય ડિજિટલ ઓપરેશન્સ જેવી કેટેગરીમાં જોખમના સંકેતો ઓળખવાનો પ્રયાસ કરશે.

એકંદરે, ટ્રસ્ટ ઇનસાઇટ્સ(iOS 27નું Trust Insights) ફીચર iPhone યુઝર્સ માટે ડિજિટલ સિક્યોરિટીમાં મોટો બદલાવ સાબિત થઈ શકે છે. ખાસ કરીને AI ડીપફેક અને વધતા ઓનલાઈન સ્કેમના સમયમાં આ ફીચર યુઝર્સના પૈસા અને પર્સનલ ડેટાને બચાવવામાં મદદરૂપ બની શકે છે.

આ પણ વાંચો : 149મી રથયાત્રાની તૈયારીઓ તેજ, રથના નવા પૈડાં તૈયાર

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article pakistan-bus-accident-40-dead-balochistan-khyber-pakhtunkhwa પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 40થી વધુના મોત
Next Article messi-airport-security-check-video Lionel Messi: સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસ્સીને પણ ન છોડ્યા! એરપોર્ટ પર બેગ-જૂતા ચેક
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

- Join US -
Ad image

You Might Also Like

Whatsapp Birthday Reminder Feature
Latest StoriesTechnology

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

4 Min Read
youtube-shorts-new-features-clear-mode-double-speed-update-yt-Shorts-features
Technology

YouTube Shorts માં આવ્યા મોટા ફેરફારો: હવે વીડિયો જોવાની મજા આવશે બમણી! જાણો નવા ફીચર્સ

2 Min Read
unused-apps-risk-smartphone-privacy-banking-data-security
Technology

ફોનમાં પડેલી નકામી એપ્સ પ્રાઇવસી અને બેંકિંગ ડેટા માટે બની શકે છે મોટું જોખમ

4 Min Read
whatsapp-username-feature-india-government-alert-cyber-fraud-risk
Technology

WhatsApp Username Feature : નવા યુઝરનેમ ફીચરની નંબર છુપાવવાની સુવિધાને લઈને ઉઠ્યા સવાલ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?