By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: Jagannath Rath Yatra 2026 Ahmedabad : 149મી રથયાત્રાની તૈયારીઓ તેજ, રથના નવા પૈડાં તૈયાર
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > Jagannath Rath Yatra 2026 Ahmedabad : 149મી રથયાત્રાની તૈયારીઓ તેજ, રથના નવા પૈડાં તૈયાર
Gujarat

Jagannath Rath Yatra 2026 Ahmedabad : 149મી રથયાત્રાની તૈયારીઓ તેજ, રથના નવા પૈડાં તૈયાર

newsgujarat
Last updated: 2026/07/03 at 3:29 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
jagannath-rath-yatra-2026-ahmedabad-149th-rath-yatra-preparation
Jagannath Rath Yatra 2026 Ahmedabad 149th Rath Yatra Preparation
SHARE

Jagannath Rath Yatra 2026 Ahmedabad: આ વર્ષે અષાઢી બીજના રોજ યોજાનારી 149મી રથયાત્રા ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા(Jagannath Rath Yatra)ને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથોની મરામતથી લઈને સુરક્ષા અને વ્યવસ્થાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રથયાત્રા પહેલાં રથના નવા પૈડાં તૈયાર

રથયાત્રાની પરંપરા મુજબ ભગવાનના રથની સુરક્ષા અને જાળવણી પર મંદિર પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવે છે. મંદિર પ્રશાસન દ્વારા સમયાંતરે રથના પૈડાંની તપાસ અને જરૂર મુજબ બદલવાની કામગીરી કરવામાં આવે છે. મંદિર પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ, દર બેથી ત્રણ વર્ષે ત્રણેય રથના આગળના ભાગના કુલ છ પૈડાં નવા બનાવવામાં આવે છે. આ વખતે પણ બાવળના મજબૂત લાકડામાંથી કારીગરો દ્વારા સતત 15 દિવસની કામગીરીના અંતે આ છ નવા પૈડાં બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે.

આગામી 3થી 4 દિવસમાં રથનું ટ્રાયલ લેવાશે

નવા પૈડાં ફિટ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી ત્રણથી ચાર દિવસમાં મંદિર પરિસરની અંદર જ ત્રણેય રથનું ટ્રાયલ લેવામાં આવશે. આ ટ્રાયલ દરમિયાન રથની સુરક્ષા અને સંતુલનની ચકાસણી માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથનું મંદિર પરિસરની અંદર જ ટ્રાયલ લેવામાં આવશે, જેથી રથયાત્રાના દિવસે રથ સરળતાથી નગરચર્યાએ નીકળી શકે.

દોઢ સદીથી અવિરત ચાલતી પરંપરા

દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરેક ગુજરાતી માટે ગૌરવની ક્ષણ છે. છેલ્લા દોઢ સદીથી આ પરંપરા અવિરત અને નિર્વિઘ્ને ચાલી રહી છે.

દિલીપદાસજી મહારાજે વધુમાં જણાવ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં ઉત્સાહ પૂર્વક જોડાય છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ વર્ષે પણ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ શહેરની આસ્થા, પરંપરા અને ભક્તિનો સૌથી મોટો ઉત્સવ છે. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ ભગવાન જગન્નાથજીના નગરચર્યાના દર્શન માટે આતુર છે.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article netflix-new-series-i-will-find-you-31-million-views-record માત્ર 8 એપિસોડે તોડ્યા રેકોર્ડ, Netflixની નવી થ્રિલર બની નંબર વન
Next Article pakistan-bus-accident-40-dead-balochistan-khyber-pakhtunkhwa પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 40થી વધુના મોત
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

- Join US -
Ad image

You Might Also Like

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement
GujaratLatest Stories

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

3 Min Read
Gujarat Heavy Rain Alert
GujaratLatest Stories

ગુજરાતમાં મેઘતાંડવ: 5 સિસ્ટમ સક્રિય, સુરત-નવસારીમાં જળપ્રલય, જાણો વરસાદ અને રેસ્ક્યૂની તમામ માહિતી

6 Min Read
gujarat-rain-update-navsari-heavy-rain-red-alert-purna-river-bridge-submerged-19-roads-closed
GujaratLatest Stories

Gujarat Rain Update : નવસારીમાં ભારે વરસાદથી રેડ એલર્ટ, પૂર્ણા નદીનો પુલ ડૂબ્યો; 19થી વધુ રસ્તા બંધ

3 Min Read
ahmedabad-serial-blast-case-high-court-verdict-38-death-penalty-upheld
GujaratLatest Stories

Breaking : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, 38 દોષિતોને ફાંસીની સજા યથાવત

5 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?