By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: Messi Hat Trick : 200મી આંતરરાષ્ટ્રીય મેચમાં રચ્યો ઈતિહાસ, કરિયરની પહેલી વર્લ્ડ કપ હેટ્રિક
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Sports > Messi Hat Trick : 200મી આંતરરાષ્ટ્રીય મેચમાં રચ્યો ઈતિહાસ, કરિયરની પહેલી વર્લ્ડ કપ હેટ્રિક
Sports

Messi Hat Trick : 200મી આંતરરાષ્ટ્રીય મેચમાં રચ્યો ઈતિહાસ, કરિયરની પહેલી વર્લ્ડ કપ હેટ્રિક

newsgujarat
Last updated: 2026/06/19 at 5:43 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
lionel-messi-first-fifa-world-cup-hat-trick-record-argentina-vs-algeria
Lionel Messi First Fifa World Cup Hat Trick | Image Credit : Instagram @LeoMessi
SHARE

FIFA World Cup 2026 ની શરૂઆત થઈ ચૂકી છે અને અપેક્ષા પ્રમાણે જ આર્જેન્ટિનાના જાદુગર લિઓનલ મેસ્સીએ (Lionel Messi) પહેલી જ મેચમાં મેચમાં ઇતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ કપ ઇતિહાસમાં પોતાની પહેલી હેટ્રિક ફટકારી હતી. તેણે અલ્જીરિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. 

ખાસ વાત એ છે કે, આ મેચ આર્જેન્ટિના માટે મેસ્સીની 200મી આંતરરાષ્ટ્રીય મેચ હતી, જેને તેમણે પોતાની હેટ્રિકથી સદા માટે યાદગાર બનાવી દીધી છે. આ હેટ્રિક સાથે મેસ્સીએ FIFA World Cupમાં સૌથી વધુ ગોલ કરવાના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી.

જર્મનીના દિગ્ગજ મિરાસ્લાવ ક્લોઝના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

FIFA World Cupમાં મેસ્સીની પહેલી હેટ્રિક જ નથી પરંતુ તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેની 11મી હેટ્રિક પણ છે.આ હેટ્રિકની સાથે મેસ્સીએ FIFA World Cupમાં સૌથી વધુ ગોલ કરવાના જર્મનીના મિરાસ્લાવ ક્લોઝના રેકોર્ડ (16) ની બરાબરી કરી હતી.હજુ તો વર્લ્ડ કપની આ માત્ર પહેલી જ મેચ છે, એટલે કે આવનારી મેચોમાં મેસ્સી આ રેકોર્ડ તોડીને ફૂટબોલ વિશ્વમાં એક નવો માઈલસ્ટોન સેટ કરશે તે વાત બિલકુલ નક્કી છે.

Lionel Messi is now the joint top #FIFAWorldCup goalscorer 🔝📊 pic.twitter.com/0wtOUS2ylM

— FIFA World Cup (@FIFAWorldCup) June 17, 2026


મેસ્સીએ ક્યારે અને કેવી રીતે પોતાની પહેલી વર્લ્ડ કપ હેટ્રિક?

મેચની 17મી મિનિટે જ મેસ્સીએ અલ્જીરિયાના સામે પહેલો ગોલ કર્યો અને ટીમને 1-0ની લીડ અપાવી. પ્રથમ હાફ આ એક ગોલ સાથે સમાપ્ત થયો. બીજો હાફ શરૂ થતાં જ મેસ્સીએ આક્રમણ તેજ કર્યું. 60મી મિનિટે શાનદાર મુવ બનાવતા તેમણે બીજો ગોલ દાગી દીધો અને સ્કોર 2-0 કર્યો.

મેચના અંતિમ ભાગમાં મેસ્સીએ પોતાના પરંપરાગત અંદાજમાં અલ્જીરિયાના મજબૂત ડિફેન્સમાં પ્રવેશ કરી ગોલકીપરને ચકમો આપીને ત્રીજો ગોલ કર્યો.

Messi again, again, and again…#FIFAWorldCup pic.twitter.com/1ehQnZFHD4

— FIFA World Cup (@FIFAWorldCup) June 17, 2026

6 વર્લ્ડ કપ રમનાર દુનિયાના એકમાત્ર ફૂટબોલર!

મેસ્સીએ અલ્જેરિયા સામે મેદાન પર ઉતરતાની સાથે જ ઇતિહાસ રચી દીધો. મેદાનમાં પ્રવેશતા જ તે સૌથી વધુ 6 ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. આ ઐતિહાસિક મેચમાં મેસ્સી પ્લેયર ઓફ ધ મેચ બન્યો, જેણે એકલા હાથે અલ્જેરિયાને 3-0 થી હરાવ્યું હતું. 39 વર્ષની ઉંમરે પણ મેસ્સીની રમતનો આ ઉત્સાહ અને ફિટનેસ દર્શાવે છે કે તેઓ શા માટે ફૂટબોલના ‘GOAT’ (Greatest of All Time) કહેવાય છે.

newsgujarat June 19, 2026 June 19, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article karnataka-mlc-elections-congress-victory-bjp-cross-voting કર્ણાટક MLC ચૂંટણીમાં ભારે ઉલટફેર: કોંગ્રેસે મારી બાજી, BJP ધારાસભ્યોના ‘અંતરાત્માના અવાજ’થી રાજકારણ ગરમાયું
Next Article ahmedabad-rathyatra-jagannath-temple-gps-camera-elephant-security-updates Ahmedabad Rathyatra 2026 : ગજરાજ પર રાખવામાં આવશે ‘GPS અને 360 ડિગ્રી કેમેરા’થી નજર
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

- Join US -
Ad image

You Might Also Like

Latest StoriesSports

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

4 Min Read
portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record
Latest StoriesSports

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

3 Min Read
india-women-hockey-team-fih-nations-cup-2026-winner
Latest StoriesSports

ભારતીય મહિલા હોકી ટીમ બની FIH નેશન્સ કપ 2026 ચેમ્પિયન, પ્રો લીગ માટે કર્યું ક્વોલિફાય

3 Min Read
virat-kohli-future-rcb-ceo-rajesh-menon-statement
Sports

શું વિરાટ કોહલી હજુ 4 વર્ષ IPL રમશે? જાણો RCB ના CEO રાજેશ મેનને શું કહ્યું

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?