ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે શાહરુખનું સ્ટેડિયમ? સુવિધામાં કોણ આગળ?

shah-rukh-khan-knight-riders-cricket-stadium-la-2028-olympics

કોલકતા નાઈટ રાઇડર પહેલી એવી ફ્રેન્ચાઇઝી બની છે  જેને પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું છે. KKR એ યુએસએ ના લોસ એન્જેલસના પોમોના શહેરમાં પોતાનું મેદાન બનાવ્યું છે. કોલકતા નાઈટ રાઇડર ફ્રેન્ચાઇઝીના સહ-માલિક શાહરુખ ખાને આને એક ઐતિહાસિક પણ માની. 2028 ઓલિયમપિકમાં આ મેદાન ઉપર ક્રિકેટ મેચ રમાશે. 

એવું જાણવા મળ્યું છે કે આ સ્ટેડિયમનું નિર્માણ અંદાજે ૨૧ મિલિયન યુએસ ડોલરના ખર્ચે કરવામાં આવ્યું છે. KKR એ પોતાનું સ્ટેડિયમ વિકસાવનારી પ્રથમ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી છે. પરંતુ સુવિધાઓની દ્રષ્ટિએ આ સ્ટેડિયમ કેવું છે? શું સુવિધાઓની બાબતમાં તેણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ પાછળ છોડી દીધું છે?

KKRના નવા સ્ટેડિયમની મુખ્ય વિશેષતાઓ

  • લોસ એન્જલસમાં આવેલું આ મેદાન ICCના ધોરણો મુજબ વિકસાવવામાં આવ્યું છે. મેચ અને પ્રેક્ટિસ સત્રો એમ બંને માટે આઠ પિચ તૈયાર કરવામાં આવી છે.

  • ખેલાડીઓ માટે આધુનિક ડ્રેસિંગ રૂમ બનાવવામાં આવ્યા છે અને આ સુવિધા દિવસ તેમજ રાત્રિ દરમિયાન મેચોનું આયોજન કરવા માટે સજ્જ છે.

  • હાલમાં, મેચોને પ્રત્યક્ષ નિહાળવા માટે આ સ્થળે માત્ર 5,000 પ્રેક્ષકો બેસી શકે છે. ભવિષ્યમાં બેઠક ક્ષમતા વધારીને 20,0000 કરવાની યોજના છે.

  • આ સ્ટેડિયમનું નિર્માણ માત્ર 70 દિવસમાં કરવામાં આવ્યું હતું. અહીં 2028ની ઓલિમ્પિક્સની મેચો રમાશે.

  • યુવા ખેલાડીઓ માટે એક એકેડેમી અને તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, તેમજ વાહનો માટે ખાસ પાર્કિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુખ્ય વિશેષતાઓ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ KKRના હોમ ગ્રાઉન્ડ કરતાં ઘણું વધારે આધુનિક છે. લગભગ 63 એકર વિસ્તારમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં લાઈવ મેચ જોવા માટે 1,32,000 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે. આ સુવિધામાં ચાર ડ્રેસિંગ રૂમ અને 76 કોર્પોરેટ બોક્સનો સમાવેશ થાય છે. અહીં લગભગ 3,000 કાર અને 10,000 ટુ-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા છે. સ્ટેડિયમમાં ઓલિમ્પિક-કદનો સ્વિમિંગ પૂલ પણ છે. લગભગ દરેક બાબતમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ KKRના સ્ટેડિયમ કરતાં વધુ આધુનિક છે.

Join WhatsApp

Join Now

Leave a Comment