Youngest Indian Debut : ભારતીય ક્રિકેટમાં એક નવો ઇતિહાસ લખાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની બીજી મેચમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વૈભવે મેદાનમાં ઉતરતા જ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. માત્ર 15 વર્ષની ઉંમરે ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર વૈભવ હવે ભારતના સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર(Youngest Indian Debut) બની ગયા છે. તેમને ડેબ્યૂ કેપ ટીમના ઉપ-કેપ્ટન તિલક વર્માએ સોંપી હતી. આ સાથે વૈભવ ભારત તરફથી ટી20 ઇન્ટરનેશનલ રમનાર 122મા ખેલાડી બન્યા.
સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. આ સાથે તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ(Sachin Tendulkar Record) તોડી નાખ્યો. સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989ના રોજ પાકિસ્તાન સામે કરાચીમાં ટેસ્ટ મેચ દ્વારા પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તે સમયે સચિનની ઉંમર 16 વર્ષ અને 205 દિવસ હતી. હવે વૈભવે સચિન કરતા પણ નાની ઉંમરે ભારત માટે રમવાનું ગૌરવ મેળવ્યું છે.
A historic day for Indian cricket 💙
Vaibhav Sooryavanshi makes his #TeamIndia debut at 1️⃣5️⃣ years, 9⃣9⃣ days 👏#ENGvIND pic.twitter.com/qwS2hx4RW8
— BCCI (@BCCI) July 4, 2026
ડેબ્યૂ કેપ મળતા ટીમ ઈન્ડિયામાં ભાવુક ક્ષણ
મેચ શરૂ થાય તે પહેલાં ડ્રેસિંગ રૂમમાં એક ખાસ ક્ષણ જોવા મળી. હેડ કોચ ગૌતમ ગંભીરના પ્રેરણાદાયી સંબોધન બાદ તિલક વર્માએ વૈભવને તેમની પ્રથમ ભારતીય કેપ આપી. આ ક્ષણ બાદ ટીમના સિનિયર ખેલાડીઓએ પણ આ યુવા ખેલાડીને શુભેચ્છા આપી અને ટીમ ઈન્ડિયામાં આવકાર્યો. વૈભવ માટે આ માત્ર ડેબ્યૂ નહોતું, પરંતુ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવાનો મોટો દિવસ હતો.
The start of a special chapter ✨
A proud moment as Vaibhav Sooryavanshi receives his #TeamIndia cap from Vice-Captain Tilak Varma 🧢
Updates ▶️ https://t.co/WYfL8tAm58 #ENGvIND pic.twitter.com/zpLtixYDgM
— BCCI (@BCCI) July 4, 2026
શેફાલી વર્માનો રેકોર્ડ પણ પાછળ રહ્યો
વૈભવ સૂર્યવંશીએ માત્ર મેન્સ ક્રિકેટમાં જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના ઓવરઓલ સૌથી યુવા ડેબ્યૂ રેકોર્ડમાં પણ ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારત માટે મહિલા ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ શેફાલી વર્માના નામે હતો. શેફાલીએ 15 વર્ષ અને 239 દિવસની ઉંમરે ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે વૈભવે તેમની કરતા પણ ઓછી ઉંમરે ભારત માટે રમવાનું ગૌરવ મેળવ્યું છે.
વિશ્વ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂનો રેકોર્ડ કોના નામે?
વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર ખેલાડી બન્યા છે, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રઝાના નામે માનવામાં આવે છે.
હસન રઝાએ 14 વર્ષ અને 227 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેમની ઉંમરને લઈને વર્ષો સુધી ચર્ચા અને વિવાદ રહ્યા છે. નોન-ફુલ મેમ્બર દેશોની વાત કરીએ તો કુવૈતના મીત ભવસારે પણ ખૂબ નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી.
IPL 2026માં વૈભવનો ધમાકેદાર દેખાવ
વૈભવ સૂર્યવંશીનું નામ છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટ જગતમાં સતત ચર્ચામાં હતું. IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેમણે બેટથી જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.
આક્રમક બેટિંગ માટે જાણીતા વૈભવે આખી સીઝનમાં 776 રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઈક રેટ 237.30 રહ્યો હતો, જે દર્શાવે છે કે તેઓ ટી20 ફોર્મેટમાં કેટલા નિડર અંદાજે બેટિંગ કરે છે.
લિસ્ટ-એ ક્રિકેટમાં પણ બનાવ્યો મોટો રેકોર્ડ
IPL બાદ વૈભવ સૂર્યવંશીને ઈન્ડિયા-એ માટે રમવાની તક મળી. શ્રીલંકામાં રમાયેલી ત્રિપક્ષીય સીરિઝની ફાઇનલમાં તેમણે માત્ર 11 બોલમાં અર્ધસદી ફટકારી હતી. આ ઇનિંગ્સ બાદ તેમની ચર્ચા વધુ તેજ બની હતી. આ પ્રદર્શન બાદ ક્રિકેટ ફેન્સને રાહ હતી કે વૈભવ ક્યારે ભારતની સિનિયર ટીમ માટે મેદાનમાં ઉતરશે. હવે તે રાહ પૂરી થઈ ગઈ છે.
ભારતીય ક્રિકેટને મળ્યો નવો યુવા સ્ટાર
વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ ભારતીય ક્રિકેટ માટે ખાસ ક્ષણ છે. 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયા સુધી પહોંચવું સરળ નથી. તેમની બેટિંગ સ્ટાઇલ, આત્મવિશ્વાસ અને રેકોર્ડ તોડવાની ક્ષમતા તેમને ભવિષ્યનો મોટો સ્ટાર બનાવી શકે છે. હવે સૌની નજર વૈભવ પર રહેશે કે તેઓ આ ઐતિહાસિક શરૂઆતને આગળ કેવી રીતે લઈ જાય છે અને ટીમ ઈન્ડિયા માટે કેટલો મોટો પ્રભાવ પાડે છે.

