Harmanpreet Kaur steps down captain: વર્ષ 2025 નો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ભારત જેની આગેવાનીમાં જીત્યુ તે હરમનપ્રીત કૌરે અચાનકથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને હરમનપ્રીત કૌરે આ પ્રકારની જાહેરાત કરી છે. આ નિર્ણય એશિયન ગેમ્સ 2026માં ભારતને મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ તરત જ લેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને હરમનપ્રીત કૌરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવા અંગે ભાવુક પોસ્ટ કરી હતી અને પોતાના આ નિર્ણય અંગે માહિતી આપી હતી. હરમનપ્રીતે કહ્યું કે, ‘આજે હું તમામ ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પરથી હટી રહી છું. આ સરળ નિર્ણય નથી. આમાં વર્ષોની યાદો, લાગણીઓ, ત્યાગ અને એવી ક્ષણો છે, જે જિંદગીભર મારી સાથે રહેશે.’ ‘આ મારા માટે સરળ નિર્ણય નહોતો, કારણ કે આ સફરમાં વર્ષોની યાદો, લાગણીઓ, ત્યાગ અને એવી ક્ષણો જોડાયેલી છે, જે જિંદગીભર મારી સાથે રહેશે.’ તેમણે કહ્યું કે, ‘મેં ટીમ સાથે બધું જ જોયું છે. સૌથી મુશ્કેલ સમયગાળો, દિલ તોડી નાખે તેવી હાર, ટીકાઓ, પ્રશ્નો અને એવા દિવસો જ્યારે કંઈ પણ ટીમના પક્ષમાં જતું દેખાતું નહોતું. આ સાથે જ મેં જીતની ઊંચાઈઓ, ઉજવણી, દેશનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ અને એવા ક્ષણો પણ અનુભવ્યા, જેણે દરેક ત્યાગને સાર્થક બનાવી દીધો.’ હરમનપ્રીતે આગળ કહ્યું કે, ‘હું આજે કેપ્ટનશીપ છોડતી વખતે લાગણીઓથી ભરેલા હૃદય સાથે જઈ રહી છું, પરંતુ આ સાથે જ મારી અંદર સુકૂન પણ છે. મને વિશ્વાસ છે કે ભારતીય ટીમ આ સમયે સારી સ્થિતિમાં છે. ટીમમાં પ્રતિભા, ચારિત્ર્ય અને વિશ્વાસ છે અને તેનું ભવિષ્ય જોઈને હું ખૂબ જ ઉત્સાહિત છે.’
https://www.instagram.com/p/DeI_xMTSpXV/?stkn=YzBxZjlxYXg5dnNx
હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2025 મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો. તેની કેપ્ટનશીપમાં ટીમે 2012, 2016, 2022 અને 2026 એશિયા કપનું ખિતાબ પણ પોતાના નામે કર્યો. જોકે, 2012 એશિયા કપમાં હરમનપ્રીતે માત્ર ફાઇનલમાં કેપ્ટનશીપ કરી હતી, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચમાં મિતાલી રાજે ટીમની કમાન સંભાળી હતી. ભારતે 2022ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં શ્રીલંકાને હરાવીને પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ 2026ની નાગોયા એશિયન ગેમ્સમાં પણ ટીમે શ્રીલંકાને હરાવીને સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો.
- 2025માં હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપ જીતી હતી.
- 2017માં ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં અણનમ 171 રનની ઈનિંગ્સ રમી હતી.
- 2018માં ન્યુઝીલેન્ડ સામે T-20 મેચમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી
- સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો ખિતાબ પણ હરમનપ્રીત કૌરના માથે જાય છે.
- 2017માં હરમનપ્રીત કૌરને અર્જુન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- 2026માં હરમનપ્રીત કૌરને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.













